34.2 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
34.2 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતબજરંગદાસબાપાની 48 મી પૂણ્યતિથિની ચોમેર આસ્થાભેર ઉજવણીઃ બગદાણા ગુરૂઆશ્રમે ભાવિકોનો ઘોડાપૂર ઉમટયો

બજરંગદાસબાપાની 48 મી પૂણ્યતિથિની ચોમેર આસ્થાભેર ઉજવણીઃ બગદાણા ગુરૂઆશ્રમે ભાવિકોનો ઘોડાપૂર ઉમટયો


– બાપા રામ, સીતારામના નાદ અને જય જયકાર વચ્ચે દોઢ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ બગદાણા આશ્રમે  દર્શન કર્યા

– ધ્વજારોહણ, ગુરૂપૂજન સહિત પાલખીયાત્રામાં માનવ મહેરામણ ભકિતના રંગે રંગાયું, 3 હજાર સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી : જિલ્લામાં પણ ઠેર-ઠેર અનેકવિધ ધાર્મિક કાર્યક્મો સાથે પુણયતિથિ ઉજવાઈ 

ભાવનગર : દેશ વિદેશમાં લાખ્ખો સેવક સમુદાય ધરાવતા સંત શિરોમણી બજરંગદાસબાપાના બગદાણા સ્થિત ગુરૂઆશ્રમ સહિત સમગ્ર હહોગિલવાડ પંથકમાં ભારે આસ્થા અને ધર્મમય માહોલમાં ૪૮મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આજે વહેલી સવારથી જ બગદાણા ગુરૂઆશ્રમ હૈયે હૈયુ દળાય તેવી ભીડ વચ્ચે બાપારામ, સીતારામ, સીતારામ ભાઈ સીતારામના ગગનભેદી જયનાદ સાથે અંદાજે ૧.૫૦ લાખથી વધુ શ્રધ્ધાળુંઓે દર્શન, પૂજનનો લ્હાવો લીધો હતો.  



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય