– બાપા રામ, સીતારામના નાદ અને જય જયકાર વચ્ચે દોઢ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ બગદાણા આશ્રમે દર્શન કર્યા
– ધ્વજારોહણ, ગુરૂપૂજન સહિત પાલખીયાત્રામાં માનવ મહેરામણ ભકિતના રંગે રંગાયું, 3 હજાર સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી : જિલ્લામાં પણ ઠેર-ઠેર અનેકવિધ ધાર્મિક કાર્યક્મો સાથે પુણયતિથિ ઉજવાઈ
ભાવનગર : દેશ વિદેશમાં લાખ્ખો સેવક સમુદાય ધરાવતા સંત શિરોમણી બજરંગદાસબાપાના બગદાણા સ્થિત ગુરૂઆશ્રમ સહિત સમગ્ર હહોગિલવાડ પંથકમાં ભારે આસ્થા અને ધર્મમય માહોલમાં ૪૮મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આજે વહેલી સવારથી જ બગદાણા ગુરૂઆશ્રમ હૈયે હૈયુ દળાય તેવી ભીડ વચ્ચે બાપારામ, સીતારામ, સીતારામ ભાઈ સીતારામના ગગનભેદી જયનાદ સાથે અંદાજે ૧.૫૦ લાખથી વધુ શ્રધ્ધાળુંઓે દર્શન, પૂજનનો લ્હાવો લીધો હતો.