– 20 હજાર વ્યકિગત માંગણીપત્રકના પગલે કલેક્ટરનું ટેબલ છલકાઈ ગયું
– ઝુંપડપટ્ટી વસાહત હિતરક્ષા સમિતિએ જિલ્લા કલેકટરને આવેદન આપી પૂનઃ વસન યોજના અમલી બનાવી લાભાર્થીઓને જે-તે સ્થલે લીઝ પર મકાનો આપવા માંગ ઉચ્ચારી
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં હાથ ધરેલી ડિમોલિશન કાર્યવાહીના કારણે શહેરના ઘણાં વિસ્તારોમાં રહેતાં ઝુંપડપટ્ટીધારકો, મફતનગર વસાહતીઓ તથા આવાસ વિહોણાં જરૂરિયાતમંદ પરિવારોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ અન્યથા ડિમોલિશન કાર્યાવહી સ્થિગત રાખવાની માંગ સાથે આજે ઝુંપડપટ્ટી વસાહત હિતરક્ષા સમિતિએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.મહત્વપૂર્ણ છે કે, આવેદન વેળાએ સમિતિએ લાભાર્થીઓ પાસેથી ભરાવેલાં અંદાજે ૨૦ હજારથી વધુ વ્યકિગત માંગણી પત્રને કલેકટરના ટેબલ પર મુકતાં કલક્ટરનું ટેબલ માંગણીપત્રના જથ્થાથી છલકાઈ ગયું હતું.
ઝુંપડપટ્ટી વસાહત હીત રક્ષા સમિતિએ કલેકેટરને પાઠવેલાં આવેદનમાં વિગતે જણાવ્યું કે, ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાલ શહેરમાં વિકાસના નામે ઠેર-ઠેર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.