ગુજરાતના મહેસૂલ વિભાગના 36 મામલતદારોની એકસાથે બદલી કરવામાં આવી. મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના વર્ગ-2માં ફરજ બજાવતા અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી. મામલતદારોની બઢતીને લઈને પરિપત્ર જારી કરાયો. આ પરિપત્ર મુજબ તમામ મામલતદારોની પરિપત્રમાં દર્શાવવામાં આવેલ જગ્યા પર તાત્કાલિક અસરથી નિમણૂંક કરવામાં આવી છે.
અધિકારીઓની બદલી
સુરેન્દ્ર જિલ્લામાં ધ્રાંગધ્રાના મામલતદાર મહેશ ગોહેલના બદલીના હુકમમાં આંશિક ફેરફાર સાથે ગાંધીનગરમાં નિમણૂક આપવામાં આવી. જયારે બાબુભાઈ માધવલાલ પટેલને નાયબ મામલતદારની બઢતીના હુમમાં આંશિક ફેરફાર કરી તેમને ગાંધીનગરમાં મામલતદાર રીકવરી, કમિશનર હેલ્થ એન્ડ મેડીકલ સર્વિસીસમાં નિમણૂક આપવામાં આવી. પરિપત્ર મુજબ બદલી કરાયેલ તમામ અધિકારીઓ સામે ચાલતા ફોજદારી કેસ કે ખાતાકીય તપાસ અંગેની માહિતી મેળવવાની જવાબદારી સંબંધિત કલેકટરની રહેશે.
દિવાળી પહેલા પણ થઈ હતી અધિકારીઓની બદલી
અગાઉ દિવાળી પહેલા રાજ્ય સરકારે ડેપ્યુટી કલેકટર, મામલતદાર, ટીડીઓ સહિત ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ આપ્યા હતા. રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી વર્ગ 1ના 79 અધિકારીઓ અને વર્ગ 2ના 44 અધિકારીઓની બદલી કરી હતી. જયારે 139 નાયબ હિસાબનીશોને બઢતી આપતા તેઓ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લઈ શકશે. દિવાળી બાદ અને ઉત્તરાયણ પર્વ પહેલા ફરી સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવી.