12 દિવસ પૂર્વે ભદ્રાવડી નજીકથી છ શખ્સોએ કર્યું હતું અપહરણ
અપહરણ બાદ રૂા. ૫૦ કરોડની ખંડણી માંગનાર છ પૈકી બે આરોપી ૧૨ દિવસે પોલીસના હાથે લાગ્યા ઃ બન્ને સાત દિવસના રિમાન્ડ પર, અન્ય ચારની શોધખોળ
ભાવનગર: બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામના રેલવેના પાટા પાસે રહેતા ભદ્રાવડી હડદડ રોડ પર મારૂતી સ્પીનટેક્ષની સામે રાધે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે સીંગતેલનું ઉત્પાદન કરતા યુવાનના ભાઇનું મારૂતી સુજુકી એસ એક્સ૪ તથા કાળા કાંચ વાળી ક્રેટામાં ધસી આવેલા છ શખ્સે અપહરણ કરી આડેધડ માર મારી રૂ.૫૦ કરોડ ખંડણીની માંગણી કરી પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ પ્રકરણમાં પોલીસે બે શખ્સની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.