જવાબદાર તંત્ર દ્વારા અપાયેલું નવી લાઇનનું તકલાદી જોડાણ
ગણતરીના કલાકોમાં છુટી જતાં
૨૪ કલાક પાણી આપવાની યોજનામાં આપેલું જોડાણ ૧૨ કલાક પણ ન ચાલ્યું ઃ સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોમાં આક્રોશ
ગાંધીનગર : સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પાટનગરમાં મીટર મુકીને ૨૪ કલાક
પાણી આપવાની યોજનામાં થતી તકલાદી કામગીરી સરકારને છાશવારે નીચાજોણું કરાવે છે.