– ગંગાજળિયા પોલીસે હત્યારાને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું
– પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ સાથે ત્રણેયને કોર્ટમાં રજૂ કર્યા : 3 દિવસના રિમાન્ડ મંજૂર,સગીરને પણ ઝડપી લેવાયો
ભાવનગર : ત્રણ દિવસ પૂર્વે મિત્રના ભાણેજના ઘર પાસે ગાળો બોલતાં શખ્સનાં પિતાને ઠપકો આપ્યોની દાઝે શહેરના શેલારશા ચોક પથિકાશ્રમ પાસે થયેલી યુવાનની કરપીણ હત્યામાં ઝડપાયેલાં ત્રણેય શખ્સને સગીરે છરી લાવી આપી હોવાનું ખુલતાં પોલીસે તેને પણ ઝડપી પાડયો હતો.જયારે, ઝડપાયેલાં ત્રણેય હત્યારાને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે ત્રણેયના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બનાવની વિગત એવી છે કે, ભાણેજ આમિરના ઘર પાસે ગાળો બોલતાં અરમાન ઉર્ફે ભોલુ સલીમભાઈ લાખાણીના પિતાને ત્રણ દિવસ પૂર્વે મામા ખાલિદખાન પઠાણ, સંબંધી સાહિલ રાજા તથા ખાલિદખાનના મિત્ર મિત્ર મુસ્તુફા ઉર્ફે કાળુભાઈ કાચવાલા દુકાને જઈ સમજાવવા ગયા હતા જેની દાઝ રાખી ત્રણેય લોકો શહેરના શેલારશા ચોક પથિકાશ્રમ નજીક ઉભા હતા.