કડકડતી ઠંડીમાં પોલીસના પેટ્રોલિંગ ઉપર પ્રશ્નો ઉઠયા
તસ્કરોએ આઇસ્ક્રિમની દુકાનમાંથી ભરપેટ આઈસ્ક્રીમ ખાધો : હજી સુધી પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો નહીં
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરોનો તરખાટ
વધી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે દહેગામ શહેરમાં તસ્કરો ત્રાટકયા હતા અને એક જ
રાતમાં ત્રણ મકાન અને ચાર દુકાનના તાળા તોડી ચોરી કરી હતી.