ગાંધીનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે ACBની ટ્રેપમાં ઈન્ચાર્જ મદદનીશ કમિશ્નર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. ફરિયાદી પાસેથી ઈન્ચાર્જ મદદનીશ કમિશ્નરે ઈકો ગાડી ખરીદવા લોન સબસીડી ઝડપથી અપાવવા લાંચ માંગી હતી. આખરે ACBની ટ્રેપમાં ગાંધીનગરમાં ઈન્ચાર્જ મદદનીશ કમિશ્નર લાંચ લેતા ઝડપાયા છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ફરી એક વાર લાંચ લેતા અધિકારી ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. ગાંધીનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે ACBની ટ્રેપમાં ઈન્ચાર્જ મદદનીશ કમિશ્નર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. ફરિયાદી પાસેથી ઈન્ચાર્જ મદદનીશ કમિશ્નરે ઈકો ગાડી ખરીદવા લોન સબસીડી ઝડપથી અપાવવા લાંચ માંગી હતી. આખરે ACBની ટ્રેપમાં ગાંધીનગરમાં ઈન્ચાર્જ મદદનીશ કમિશ્નર લાંચ લેતા ઝડપાયા છે.
ગાંધીનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે ACBએ સફળ ટ્રેપ ગોઠવી હતી. ઈન્ચાર્જ મદદનીશ કમિશ્નર રૂપિયા 4200ની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે. ઈકો ગાડી ખરીદવા સબસીડી લોન માટે લાંચયા અધિકારીએ નાણાં માંગ્યા હતા. આરોપી ઈન્ચાર્જ કમિશ્નર વતી પટાવાળાએ નાણાં સ્વિકાર્યા હતા.વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ લોન સબસીડી ઝડપીથી અપાવવા લાંચ માંગી હતી. આખરે ACBએ લાંચિયા અધિકારીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.