2,744 કેબલ વાયર, બે વાહન અને ત્રણ મોબાઈલ ફોન સહીત કુલ 13.06 લાખનો મુદ્દામાલ કબ્જે
ગાંધીધામ: ભચાઉનાં રામપર સીમમાં આવેલી ખાનગી કંપનીનાં ફ્રેનસીંગ વાયર તોડી કંપનીમાંથી કેબલ વાયરની ચોરી કરનાર આધોઇનાં ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ૨,૭૪૪ કેબલ વાયર, બે વાહન અને ત્રણ મોબાઈલ ફોન સહીત કુલ ૧૩.૦૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.