34.2 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
34.2 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગઢડા-બોટાદ રોડ પર આઇશર અને બાઈક અથડાતાં યુવાનનું મોત

ગઢડા-બોટાદ રોડ પર આઇશર અને બાઈક અથડાતાં યુવાનનું મોત


– બાઈક ચાલકને ઈજા થતાં હોસ્પિટલે ખસેડાયો

– બંને યુવાનો બાઈક લઈને ભાણેજની ખબર કાઢવા માટે બોટાદ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ગઢડા : ગઢડા બોટાદ રોડ પર ગઢડા ગેટ પાસે આઇશર અને બાઈક અથડાતાં યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે બાઈક ચાલકને ઈજા થવા પામી હતી.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગઢડા તાલુકાના સીતપુર ગામે રહેતા વિઠ્ઠલભાઈ આંબાભાઈ ધરાણી અને રામજીભાઈ સવાભાઈ ધરાજીયા મોટરસાયકલ નંબર જીજે ૧૩ એન ૯૫૧૮ લઈને ભાણેજની ખબર કાઢવા માટે બોટાદ જતા હતા.તેવામાં ગઢડા બોટાદ રોડ પર ગઢડા ગેટ પાસે પહોંચ્યા ત્યારે બોટાદ તરફથી આવી રહેલ આઇશર નંબર જીજે ૩૩ ટી ૫૫૪૧ નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી વિઠ્ઠલભાઈનાં બાઈક સાથે અથડાવી દેતા બંને બાઈક સવારને ગંભીર ઈજા થઈ હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય