16 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 25, 2024
16 C
Surat
બુધવાર, ડિસેમ્બર 25, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરVidhyasahayak Protest: વિદ્યાસહાયકોના ઉમેદવારોએ ગાંધીનગરનો ઘેરાવો કર્યો

Vidhyasahayak Protest: વિદ્યાસહાયકોના ઉમેદવારોએ ગાંધીનગરનો ઘેરાવો કર્યો


ગુજરાત સરકાર સામે અવાર-નવાર આંદોલનનું રણશિંગુ ફૂંકનાર શિક્ષકો ફરી એકવાર મેદાને આવ્યા છે. ગાંધીનગર આજે ફરી વિદ્યાસહાયકોના ઉમેદવારોની છાવણી બન્યું છે. વિદ્યાસહાયકોએ બાકી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની સંખ્યા વધારવા માટે માંગ કરી છે. આંદોલનકારીઓનું કહેવું છે કે, અનેકવાર ધોરણ 1 થી 5 ધોરણના વિદ્યાસહાયકોની ભરતી માટે રજૂઆત કરવામાં આવી છે. જોકે, વારંવાર રજૂઆત છતાં માંગ પૂરી ન થવાના કારણે આજે ફરી આંદોલન પર ઉતર્યા છે.

શું માગ કરવામાં આવી?

આંદોલન પર ઉતરેલા ઉમેદવારોની માગ છે કે, ધોરણ 1 થી 5 વિદ્યાસહાયકની ભરતી માટે જગ્યામાં વધારો કરવામાં આવે. ધોરણ 1 થી 5માં આશરે 18 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે અને તેની સામે માત્ર 5 હજાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 6 થી 12 માં 50 ટકાથી વધુ ભરતી કરવામાં આવી છે તો 1 થી 5 ધોરણમાં કેમ નહીં? ધોરણ 1 થી 5 એ બાળકોનું પાયાનું શિક્ષણ છે, ત્યારે વિદ્યાસહાયકોની યોગ્ય ભરતી ન કરવી તે શિક્ષકોની સાથે-સાથે બાળકો સાથે પણ અન્યાય છે.

આંદોલન કરી રહેલાં ઉમેદવારોએ કહ્યું કે, ધોરણ 1 થી 6 માટે ખૂબ જ ઓછી જગ્યા આપવામાં આવી છે. કારણ કે, જૂના શિક્ષકની ભરતી કરવામાં આવી તો જૂના શિક્ષકોએ આ વિષયોની જગ્યા લઈ લીધી છે. જોકે, જૂના શિક્ષકની જગ્યા જે કહેવાય છે, તે હકીકતમાં ભરતી નથી માત્ર બદલી છે. પરંતુ સરકારે તેને ભરતી કહીને આ જગ્યા જૂના શિક્ષકોને આપી દીધી. તેથી, ગુજરાતી વિષયની જગ્યાઓ ઓછી આવી. આવા જૂના શિક્ષકોની તેમજ 31 ઓક્ટોબરે નિવૃત્ત થયાં તે શિક્ષકોની જગ્યાઓ ચાલુ ભરતીમાં ઉમેરવામાં આવે તેવી અમારી માગ છે.

વારંવાર કરી રજૂઆત

આંદોલન પર ઉતરેલાં ઉમેદવારોનું કહેવું છે કે, જ્યારથી વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરાઈ છે, ત્યારથી ઉમેદવારો દ્વારા આ જગ્યાને ભરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, સરકાર અમારી વાતને સાંભળતી જ નથી. હાલ, અમે વિદ્યાસહાયકોની જગ્યા વધારવા માટે આંદોલન કરી રહ્યા છીએ.

નોંધનીય છે કે, આ પહેલાં માધ્યમિક વિભાગના ઉમેદવારોએ પણ જગ્યા વધારવા માટે રજૂઆત કરી હતી. માધ્યમિક વિભાગમાં ઉચ્ચતર માધ્યમિકમાં 464 અને માધ્યમિકમાં 319 ગુજરાતી વિષયની જગ્યાઓ આપવામાં આવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય