બન્ને પક્ષના મળી ચાર મહિલા સહિત આઠ સામે ફરિયાદ
ગામમાં પ્રસંગોપત ઢોલ વગાડવા બાબતે બન્ને જૂથે એકબીજા પર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાઈ
ભાવનગર : બોટાદ તાલુકાના લાઠીદડ ગામે ઢોલ વગાડવા બાબતે બે પરિવાર વચ્ચે થયેલી માથાકૂટમાં લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે મારામારી થતાં બન્ને પક્ષના મળી સાત લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જયારે, બનાવને લઈ બોટાદ રૃરલ પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષે સામસામે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસે ક્રોસ ફરિયાદ નોઁધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, બોટાદ તાલુકાના લાઠીદડ ગામે રહેતા મહેશભાઈ ભુરાભાઈ પરમાર ઢોલ વગાડવાનું કામ કરતા હોય ગત તા.