– 10 દિવસમાં કાર્યવાહી નહીં તો આંદોલન, મહુવા બંધની ચિમકી
– ડામર રોડના કામમાં ગેરરીતિ મામલે પ્રાદેશિક કમિશનરે કરેલી તપાસ કાર્યવાહીમાં એજન્સીને બચાવવા ધમપછાડા
મહુવા : મહુવા નગરપાલિકાના શાસનને ભ્રષ્ટાચારનો ભોરિંગ આભડી ગયો હોય તેમ ડ્રેનેજ અને પાણીની લાઈનના કામમાં ગેરરીતિ થયાના વિપક્ષે ગંભીર આક્ષેપો કર્યા છે.
મહુવામાં મેલડી માતાજીના મંદિરથી સર્કિટ હાઉસ સુધી તેમજ ભાદ્રોડ ઝાપા, કબ્રસ્તાનથી નગરપાલિકા શોપિંગ સેન્ટર સુધી ડ્રેનેજ લાઈન નાંખવાના કામ અને પ્રભાતનગરથી મેલડી માતાજીના મંદિર સુધી પાણીની લાઈનના કામમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા સાથે ન.પા.