જીવનાં જોખમે ગરીબ લોકો વસવાટ માટે મજબૂર
૨૦૧૭માં ૯૪ કરોડના ખર્ચે ૨૪૪૮ આવાસોનું કરાયું હતું નિર્માણઃ અંતિમ તબક્કાના ડ્રોમાં ફાળવાયા ફ્લેટ
પોરબંદર: પોરબંદરના બોખીરામા આવેલ ગરીબો માટેની આવાસ યોજનાના બ્લોક અત્યંત જર્જરિત બની ગયા છે. છતાં છેલ્લા તબકકાના ૧૨૪ બ્લોકનો ડ્રો ગઇકાલે કરવામાં આવ્યો હતો. બ્લોકનો ઓનલાઇન ડ્રો કરાયો હતો અને લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપી ફલેટ ફાળવવામાં આવ્યા હતા.