Devayat Khavad Controversy: ગુજરાતમાં લોકસાહિત્યકારોની એક અનોખી જ લોકચાહના છે. એવામાં હવે ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને જાણીતા કલાકાર બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે વિવાદ જૂનો વિવાદ હતો તે ફરી શરૂ થયો છે. અગાઉ બંને વચ્ચેના વાક યુદ્ધ વધતાં સમાજ દ્વારા બંને કલાકારોનું મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવવામાં આવ્યું હતું. વીડિયોમાં બંનેએ ઉલ્લેખ પણ કર્યો હતો કે, કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મન દુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું. જોકે, હવે ફરી એકવાર દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે.