Bhuj News | નખત્રાણા શહેર અને આસપાસના વિસ્તારોમાં દુધની ફેરીની જેમ બાઇક પર દારૂનું જાહેરમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે. તેમજ શહેરમાં ઠેકઠેકાણે દારૂના પોઇન્ટો ધમધમી રહ્યા છે. દુષણને નેશ નાબુત કરવાના બણગા ફૂકતી પોલીસની મીઠી નજર તળે અસામાજિક તત્વો ફુલ્યાફાલ્યા છે. ત્યારે આ દારૂના અતિરેકથી ત્રાસેલા ગ્રામજનો હવે આ અંગે ઉચ અધિકારીથી લઇ ગૃહવિભાગ સમક્ષ રજુઆત કરશે.
આમ જાહેરમાં ઈંગ્લિશ, દેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો પોલીસનો કોઇ પણ ખોફ રહ્યો નથી પોલીસ દ્વારા કોઇ નકર કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી નખત્રાણા શહેર અને તાલુકામાં દારૂના દુષણને કારણે અનેક બહેનો વિધવા થઇ છે.