બાવળની ઝાડીમાં છૂપાવેલી ચોખાની ૨૬ બોરી ઉપરાંત બે બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જેઃ ચોરીનું નેટવર્ક ભેદવા પોલીસની તપાસ
ગાંધીધામ: ગાંધીધામનાં મીઠીરોહર સીમમાં આવેલા વેર હાઉસનાં ગોદામમાં કોઈ અજાણ્યા શખ્સો ગોદામનું શટર તોડી તેમાં રાખેલી ૫૨ હજાર કિંમતની ચોખાની કુલ ૨૬ બોરીઓ ચોરી કરનાર ચાર શખ્સોને ગણતરીનાં કલાકોમાં મીઠીરોહરની સીમમાંથી કુલ ૧.૨૭ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામનાં મીઠીરોહરમાં ખાતે આવેલા મહાલક્ષ્મી વેર હાઉસ એન્ડ એલાઈડ ઇન્ડસ્ટરીઝ નામના ગોદામમાં કોઈ અજાણ્યા શખ્સો ગોદામનું શટર તોડી ગોદામમાં રાખેલા ૫૦ કી. ગ્રામ વજન વાળી ચોખાની કુલ ૨૬ બોરીઓ જેની કુલ કિંમત રૂ.