Morning Mantra: જો દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ ખૂબ જ સારો જાય છે. એટલા માટે વડીલો હંમેશા દિવસની શરૂઆત શાંત અને પોઝિટિવ રીતે કરવા પર ભાર મૂકે છે. ખાસ કરીને બાળકોમાં તો આ આદત બાળપણથી કેળવવી જોઈએ. આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે બાળપણ જ એ સમય છે જ્યારે બાળકો પોતાનું ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા હોય છે. આ સમયે તેઓ ઘણું બધુ નવું શીખી રહ્યા હોય જે આગળ જતા તેના ભવિષ્યને આકાર આપે છે. આ માટે તેમનું માનસિક સ્વાસ્થ્ય, ધ્યાન અને એકાગ્રતા સારી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.