30.4 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, એપ્રિલ 24, 2025
30.4 C
Surat
ગુરુવાર, એપ્રિલ 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યSuper Food Makhana કેમ છે ખાસ? જાણો કોણે ન ખાવા?

Super Food Makhana કેમ છે ખાસ? જાણો કોણે ન ખાવા?


 પીએમ મોદી ગઇકાલે બિહારના પ્રવાસે હતા ત્યારે તેમણે કહ્યું હતું કે હું મખાના ખાઉ છું. મખાના સુપર ફૂડ છે. હેલ્ધી ડાયટ માટે બેસ્ટ ઓપ્શન છે. મખાનાની માગ વધી રહી છે. લોકો નાના બાળકોને પણ મખાના નાસ્તામાં આપી રહ્યા છે. ત્યારે આપણે જાણીએ કે મખાના ખાવાથી શું ફાયદા થાય અને કેવા લોકોએ મખાાના ન ખાવા જોઇએ. આવો જાણીએ.

કેમ વધવા લાગી મખાનાની માગ ?

ભારત અને વિદેશમાં મખાનાની માંગ ઝડપથી વધી રહી છે. હેલ્ધી ફૂડ તરીકે લોકોમાં ફેવરીટ બની રહ્યા છે. મખાનાની વધતી માંગને કારણે ઉદ્યોગસાહસિકોને મખાના વ્યવસાયમાં પ્રવેશવાની અને આરોગ્ય પ્રત્યે સભાન બજારની જરૂરિયાતોને પૂર્ણ કરવાની તક મળી છે. મહત્વનું છે કે રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં મખાનાના 90 ટકા પુરવઠા ફક્ત ભારતમાંથી આવે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે આખી દુનિયામાં મખાનાની માંગ અચાનક કેમ વધવા લાગી છે. ત્યારે આવો જાણીએ કયા પોષક તત્વોથી મખાના ભરપૂર છે. તે ભારત અને વિશ્વના લોકોના આહારનો એક ભાગ કેમ બની રહ્યો છે આવો જાણીએ.

વજન નિયંત્રણમાં રાખે

મખાનામાં વિટામિન A, વિટામિન B5, નિયાસિન, વિટામિન E, વિટામિન K, બી-કોમ્પ્લેક્સ હોય છે. તેમાં કેલરી ઓછી અને ફાઇબર વધુ હોય છે. દરરોજ મુઠ્ઠીભર મખાના ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વારંવાર ભૂખ લાગવી અને જંક ફૂડ ખાવાની ઇચ્છા ઓછી થાય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ

મખાનામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસથી પીડિત લોકો માટે મખાના એક ઉત્તમ નાસ્તો બની શકે છે. તમે મખાના સાદા ખાઈ શકો છો, તેને શેકી શકો છો અથવા સલાડમાં મિક્સ કરી શકો છો. આ ઉપરાંત તેને સ્મૂધી, જ્યુસ અને શેકમાં પણ ભેળવી શકાય છે. મખાનાને દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકાય છે. આ ઉપરાંત, ઘણા લોકો મખાનાનું શાક પણ બનાવે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ

મખાનામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ વધુ માત્રામાં હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે.

હાડકાં મજબૂત બનાવે

મખાનામાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ઝીંક હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. મખાનાના નિયમિત સેવનથી હાડકાના દુખાવા અને ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

વૃદ્ધાવસ્થાને દૂર રાખે

મખાનામાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલ સામે લડે છે. ફ્રી રેડિકલ ચહેરાની ત્વચાની વૃદ્ધ બનાવવા માટે જવાબદાર છે. આવી સ્થિતિમાં મખાનાનું સેવન કરવાથી કરચલીઓ અને ફાઇન લાઇન્સ ઘટાડવામાં મદદ મળે છે. તેનો નિયમિત ઉપયોગ તમારી ત્વચાને ચમકદાર બનાવે છે અને તમને યુવાન બનાવે છે.

કોણે મખાના ન ખાવા જોઇએ ?

  • જો તમને કિડનીમાં પથરીની સમસ્યા હોય, તો મખાના ખાવાનું ટાળો. કારણ કે મખાનામાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે અને તેના સેવનથી શરીરમાં પથરીઓનું કદ વધી શકે છે.
  • વધુ માત્રામાં મખાના ખાવાથી તમને એલર્જીની સમસ્યા થઈ શકે છે. તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે અને જો તમે વધુ મખાના ખાશો તો શરીરમાં સ્ટાર્ચનું પ્રમાણ વધી જશે અને એલર્જી થઈ શકે છે.
  • જો તમને ડાયેરિયા થયા હોય તો મખાના ખાવાનું ટાળો. મખાનામાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે, જે ખાવાથી આ સમસ્યા વધુ વધી શકે છે.
  • જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેમણે મખાનાનું સેવન ન કરવું જોઈએ. મખાના પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે. આ ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે.
  • ગર્ભવતી સ્ત્રીઓએ મખાના ખાવાનું ટાળવું જોઈએ.
  • જો તમને શરદી થઈ રહી છે, તો મખાનાનું સેવન કરવાનું ટાળવુ જોઇએ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય