– અરજદારે તેમની સંમતિ વગર પેઢીનામું ન બનાવવા લેખિત જાણ કરી હતી
– રાણપરડા ગામમાં આવેલ ખેતીની જમીનમાં વારસાઈ નોંધ મામલે વિવાદ ચાલતો હોવા છતાં ખોટા પુરાવાના આધારે વારસાઈ નોંધ થયાનો ભાંડફોડ થયો
ભાવનગર : મહુવા તાલુકાના રાણપરડા ગામમાં આવેલ ખેતીની જમીનમાં વારસાઈની નોંધ કરાવવા માટે મહુવા મામલતદાર કચેરીમાં ખોટું સોગંદનામુ-પેઢીનામું તૈયાર કરી તેનો અસલ તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરવામાં આવતા રાણપરડા ગામના યુવાને તેના પિતરાઈ ભાઈ અને તત્કાલિન તલાટી કમ મંત્રી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત એવી છે કે, મહુવા તાલુકાના રાણપરડા ગામમાં રહેતા અને વકીલાત કરતા ભાવેશભાઈ રણછોડભાઈ શિયાળે દાઠા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, રાણપરડા ગામમાં આવેલ સર્વે નં. ૨૩૦ પૈકી ૧૧ની ૮-૫૨-૮૮ જમીન તેમના મોટા દાદા બોઘાભાઈ હરજીભાઈ શિયાળે તેમના મોટા દિકરા રામજીભાઈ બોઘાભાઈ શિયાળ પુખ્ત વયના હોવાથી વર્ષ-૧૯૭૦માં તેમના નામની વારસાઈ નોંધં કરાવી હતી.