ભાવનગર લોન કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સરકાર સાથે 1 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શહેરના મોખડાજી સર્કલ પાસે આવેલી બેન્ક ઓફ બરોડાના તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને ઓડિટ ઓફિસરે 2 વચેટીયાઓ સાથે મળીને સમગ્ર લોન કૌભાંડ આચર્યું હતું.
બ્રાન્ચ મેનેજર, ઓડિટ ઓફિસરે આચર્યું હતું કૌભાંડ
આ ઉચાપતમાં 1 કરોડથી વધુ રકમની લોન 24 જેટલા ગ્રાહકોને આપવામાં આવી હતી, અલગ અલગ યોજનાની સબસિડી હેઠળની લોન આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે 28 આરોપી સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. હિતેશ ચંદ્રકાન્ત રાઠોડ નામના વ્યક્તિએ 5 લાખની લોન લઈ ભરપાઈ ના કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર કેસ મામલે SITની ટીમ દ્વારા આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં લોન કૌભાંડ કેસમાં 6 થી વધુ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લામાં મહિલાઓ સાથે લાખોની છેતરપિંડી
ભાવનગર જિલ્લામાં મહિલાઓ સાથે લાખોની છેતરપિંડી આચરવામાં આવી છે. સિલાઈ મશીન, લેપટોપના નામે મહિલાઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. 1500માં સિલાઈ મશીન, 750માં લેપટોપની લાલચ આપી હતી. ધોળા, સિહોર, ગઢેચી વિસ્તારની મહિલાઓ સાથે છેતરપિંડીની ઘટના બની છે. રાકેશ પ્રજાપતિ નામના વ્યક્તિએ છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. DSPએ મહિલાઓને ફરિયાદ દાખલ કરવા આશ્વાસન આપ્યું છે.