પ્રતિકાત્મક તસવીર |
Bhavnagar News: ભાવનગર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં તોડવા માટે ઈરાનના જહાજને ઓમાનનું દર્શાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાનું બહાર આવતાં DRI (Directorate of Revenue Intelligence) અને CBI (Central Bureau of Investigation)એ તપાસ શરૂ કરી છે. ઈરાનના જહાજ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો હોવાથી ખોટા દસ્તાવેજો બનાવીને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓની મિલિભગતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપોની તપાસ થઈ રહી છે.