– ગંદકી અને મચ્છરોના ત્રાસથી લોકો બારી-બારણાં પણ નથી ખોલી શકતા
– 50 વારિયા સહિત આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગથી ઘરે-ઘરે માંદગીના ખાટલા, મ્યુનિ. તંત્રની આંખ ઉઘડતી નથી
ભાવનગર : શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા કંસારાના કાઠામાં અસહ્ય ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધ્યો છે. જેના કારણે સ્થાનિક રહિશો પોતાના ઘરના બારી-બારણાં પણ ખોલી ન શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મચ્છરોના અસહ્ય ઉપદ્રવથી ઘરે-ઘરે માંદગીના ખાટલા ખડકાયા છે.