મહેસાણાના બાસણા નજીક આવેલ મર્ચન્ટ કોલેજમાં 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. આ વિદ્યાર્થીનિએ ગર્લ્સ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ લઈને જીવન ટુંકાવ્યું હતું. વિદ્યાર્થિનીના આત્મહત્યા મામલે પોલીસે આચાર્ય અને 4 પ્રોફેસરની અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ, મહેસાણામાં હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થિની આત્મહત્યા કેસમાં વિદ્યાર્થિનીના પિતાએ નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે આચાર્ય અને 4 પ્રોફેસરની અટકાયત કરી છે. વિદ્યાર્થિનીને માનસિક ટોર્ચર કરવાના વાલીએ આક્ષેપ લગાવ્યા છે. આ સાથે વિદ્યાર્થિનીને ન્યાય મળે તેવી માગણી પણ કરવામાં આવી છે. જોકે પોલીસે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરાઇ છે.
શું હતો સમગ્ર મામલો?
બાસણા મર્ચન્ટ કોલેજમાં 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીએ આપઘાતને લઈને કોલેજના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ મામલે કાર્યવાહી ના થાય ત્યાં સુધી હડતાલ પર ઉતરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જ્યારે વિદ્યાર્થીઓએ કોલેજના ટોર્ચર કારણે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યાનો આરોપ લગાવ્યો હતો. જો કે, હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે આચાર્ય અને 4 પ્રોફેસરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.