ગટર લાઈનની કામગીરી બાદ રસ્તાની હાલત ઉખડબાખડ
ભુજ: ભુજમાં પાંચેક દિવસો પૂર્વે કોડકી ચોકડી પાસે હિટ એન્ડ રનના બનાવમાં બે નિર્દોષ યુવાનોએ જીવ ખોયા હતા. જો કે, આ ઘટના બાદ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું નથી. ભુજના હજુ પણ ઘણા એવા માર્ગો છે કે, જેને રીપેર કરવાની જરૂર છે, નવા બનાવવાની જરૂર છે, બમ્પ બેસાડવાની પણ જરૂર છે જો કે, તે દિશામાં પાલિકા કોઈ જ પગલાં ભરતી નથી પરિણામે, ભવિષ્યમાં પણ આવા અકસ્માતો બને તો નવાઈ નહીં. કેટલાક મહિનાઓથી ભુજમાં રેલવે ફાટકથી મહિલા કેન્દ્ર ચોકડી સુધીના રોડની દશાથી વાહન ચાલકો રોષે ભરાયેલા છે. થોડા મહિનાઓ પૂર્વે આ રસ્તામાં ગટરની લાઈન બેસાડવાની કામગીરી થઈ હતી.