પાલિકાએ દબાણ હટાવવાના નામે ગરીબોની ઝંૂપડીઓ તો હટાવી નાખી પણ તેમના માટે અન્ય કોઈ વ્યવસ્થા ન કરાઇ
ગાંધીધામ: મોટી મોટી વાતો કરવામાં અવ્વલ આવતી અંજાર નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના નામે અંજારની જૂની કોર્ટ પાસે આવેલા ગરીબ લોકોના ૫ ઝૂપડાઓ હટાવી નાખી સંતોષ માનવમાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે પોલીસના મોટા કાફલા સાથે ગયેલી પાલિકાને માત્ર ગરીબ લોકોને ભૂંગા બનાવી કરેલો દબાણ જ દેખાયો હતો જ્યારે વગદાર વ્યક્તિઓના દબાણો હજુ સુધી દેખાયા નથી ત્યારે હવે પાલિકાની કાર્યવાહીથી બેઘર બની ગયેલા પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાં આવે તેવી માંગ સાથે આવેદન અપાયું હતું.
આપવામ આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અંજારની જૂની કોર્ટ પાસે વર્ષોથી રહેતા દેવી પૂજક પરિવારના લોકોને કોઈપણ જાણ કર્યા વગર તા.૩૧/૧ના અજાર નગરપાલિકાના અધિકારીઓ અચાનક સવારના સમયે પોલીસના મોટા કાફલા સાથે આવીને ઠંડીના દિવસોમાં ગરીબ પરિવારીને પોલીસના દમનથી ગરીબ પરિવારોના ઝૂંપડો તોડી પાડવામાં આવ્યા હતા અને આ દુઃખી પરિવારને અન્ય કોઈ પણ જગ્યાએ રહેવાની વ્યવસ્થા કર્યા વિના જ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા.