રાજકોટની શાંત અને સલામત તરીકેની છાપ સામે સવાલ ઉઠાવતી ઘટના
આરોપીઓએ લુંટ કરી ખંડણીની પણ માંગણી કરી, યુવતીનો હાથ પકડી છેડતી કરી, શકમંદો સકંજામાં
રાજકોટ: રાજકોટની શાંત અને સલામત તરીકેની છાપ સામે પ્રશ્નો ઉઠાવી લાંછન લગાડતી ઘટના ગઈકાલે થર્ટી ફર્સ્ટની રાત્રે બની હતી. જેમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી કારમાં ઘરે જઈ રહેલા યુગલને આંતરી પોલીસ તરીકેની ઓળખ આપી, અપહરણ કરી, ડરાવી-ધમકાવી, લૂંટ કરી, ખંડણી માગી, યુવતિની છેડતી કરાયાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેની ગંભીરતા ધ્યાને લઈ ગાંધીગ્રામ-ર પોલીસે તપાસ બાદ શકમંદોને સકંજામાં લીધા છે.