– સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા
– યુવાન હીરાના કારખાનામાં એસોટીંગનું કામ કરતો હતો, આત્મહત્યાનું કારણ અકબંધ : પોલીસ તપાસ શરૂ
બોટાદ : બોટાદના હિફલી વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પલેક્ષના પાંચમા માળેથી રત્નકલાકાર યુવકે પડતું મૂકી અગ્મ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. બનવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો લઈ ત્ત્મહત્યાનું કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાનમાં સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી.