– શિક્ષકોની સતત વધતી ઘટના કારણે સ્મોલ બટ બ્યુટીફૂલ વિશ્વવિદ્યાલયનું ભાવિ ધુંધળું
– 3 વર્ષના સમયગાળામાં ભરવાપાત્ર પીજીની 9 અને યુજીની 13 જગ્યાઓ તાકીદે ભરવી જરૂરી
ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ હેઠળ ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં વર્ષો જૂના મંજૂર મહેકમની સામે મોટાભાગની જગ્યા ભરતીના અભાવે ખાલી રહેવા પામી છે અને તંત્રની ઢીલી નીતિના પરિણામે હાલ યુજી એટલે કે સ્નાતક કક્ષાના શિક્ષકોની મંજૂર જગ્યા પૈકી ૬૬ ખાલી જગ્યા તથા પીજીમાં ૩૦ જગ્યા તો રદ્દ થઇ ચુકી છે. જ્યારે ત્રણ વર્ષની મર્યાદાવાળી ભરવાપાત્ર યુજીમાં ૧૩ અને પીજીમાં ૯ જગ્યા અંગે પણ નિયત સમયમર્યાદામાં નિર્ણય કરવો જરૂરી બન્યો છે.
સ્મોલ બટ બ્યૂટીફૂલ ગણાતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વર્તમાન સ્થિતિની નહીં પણ જુના મંજૂર મહેકમની સરખાણીએ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પુરતા અધયાપકો ન હોવાની ફરિયાદ હવે યુનિ.