– કામકાજના પ્રથમ દિવસે જ વ્યવહારો અટવાઈ જતાં ધરમના ધક્કા થયા
– પાસબુક ખાલી, એટીએમ કાર્ડ પણ દેવામાં આવતા ન હોવાનો કકળાટ
ભાવનગર : ભાવનગર શહેરની ઘણાં પોસ્ટ ઓફિસોમાં કામકાજના પ્રથમ દિવસે જ નેટ કનેક્ટીવીટીના ધાંધિયા થતાં ગ્રાહકોને ધરમના ધક્કા થયા હતા. નેટ કનેક્ટીવીટી ન હોવાથી આર્થિક લેવડ-દેવડ સહિતના કામો અટવાઈ જતાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
ભાવનગર શહેરની હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસોમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે સવારમાં અર્ધોથી એકાદ કલાક સુધી વ્યવહારો થયા બાદ નેટ કનેક્ટીવી ખોટકાઈ જતાં સર્વર ડાઉન થઈ ગયું હતું.