– પ્રેમ સંબંધ મામલે સમાધાન થયા બાદ દાઝ રાખી તૂટી પડયા
– ગામમાં જ રહેતાં શખ્સોએ ધારિયું, કોદાળી, લોખંડના પાઈપ સહિતના હથિયારો વડે કરેલાં હુમલામાં તમામ 6 લોકો ઘાયલઃ સાત સામે રાયોટિંગ સહિતની કલમ અન્વયે ફરિયાદ
ભાવનગર : બોટાદ જિલ્લાના રાણપુર તાબેનાં રાજપરા ગમે યુવતી સાથે પ્રેમ સંબંધ મામલે સમાધાન થઈ ગયા બાદ તેની દાઝ રાખી સાત શખ્સે એકસંપ કરી ઘાતક હથિયારો ધારણ કરી ગેરકાયદે મંડળી રચી છ લોકો પર હુમલો કરતાં ચકચાર મચી છે.બનાવને લઈ રાણપુર પોલીસે રાયોટિંગ સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની વિગત એવી છે કે, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાજપરા ગામે રહેતા વાસુદેવભાઇ વેલાભાઈ ઝેઝરિયાનાં કુટુંબી જેરામભાઈ ધનજીભાઈ ઝેઝરિયાનાં પુત્ર સુરેશને યુવતી સાથે પ્રેમ સબંધ હતો જે બાબતે અગાઉ ઘરમેળે સમાધાન થઇ ગયું હતું.