– ભાવનગરમાં રાત્રે ઠંડો પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું
– દિવસે પવનની ઝડપ 12 કિ.મી. રહી, મહત્તમ તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો
ભાવનગર : ભાવનગરમાં થંભી ગયેલી ઠંડી ફરી આગળ ધપી છે. જાન્યુઆરીમાં પ્રથમ વખત શિયાળાના અસલ મિજાજનો પરચો મળતા રાત્રિનું તાપમાન ૧૪ ડિગ્રીની નીચે પહોંચી ગયું હતું.