આરોપીને કડક સજાની માંગ સાથે સૌની એક જ માંગ
આરોપીને આકરી સજા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા,ખાસ પબ્લીક પ્રોસીકયુટરની નિમણૂક, સીટ મારફતે તપાસ, પરિવારને આર્થિક સહાય સહિતની માંગ કરાઈ
ભુજ: માંડવી તાલુકાના ગોધરા ગામે ગત ૩૦ તારીખે તલવાર અને ગુપ્તીના અસંખ્ય ઘા મારી ને આરોગ્ય વિભાગની કર્મી ગૌરીબેન તુલસીભાઇ ગરવા નામની ૨૭ વર્ષિય યુવતીની ક્રુર હત્યાના સમગ્ર કચ્છ જિલ્લા અને ગુજરાતમા ઘેરા પડઘા પડયા છે. આ ક્રુર હત્યાના આરોપીને ફાંસીની સજાની માંગ સાથે જિલ્લાના પાટનગર ભુજ ખાતે સર્વ સમાજ દ્વારા બિનરાજકીય મૌન રેલી કાઢી જિલ્લા કલેક્ટર અને પશ્વિમ કચ્છ પોલીસ અધિક્ષકને વિસ્તૃત માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
તાજેતરમાં ગોધરા ગામની ગૌરીબેન ગરવા વહેલી પરોઢે નોકરીએ જવા નીકળી હતી ત્યારે તેના ઘરની નજીક જ આરોપીએ તેને ગુપ્તી અને તલવારના અસંખ્ય ઘા મારી હત્યા નીપજાવી હતી.