ગૃહ રાજ્ય મંત્રીને વડગામના ધારાસભ્યનો પડકાર
ખેતીખર્ચ અનેકગણો વધ્યો છતાં કપાસના ભાવ વધ્યા નથી, ઉલ્ટાનું જીએસટીના કારણે ખેડૂતોની કમર તૂટી છે : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના ભાજપ પર પ્રહારો
ગઢડા: તાજેતરમાં નજીકના સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે ભાજપના અને આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં ભળતા આજે બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ગઢડા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ સભાનું આયોજન કરાયું હતું.
આ સભામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં બનેલી અમરેલીની ઘટનામાં પાટીદાર સમાજની દિકરીને ભરબજારમાં વરઘોડો કાઢી અપમાનિત કરવામાં આવી હતી. આ બાબતનો ઉલ્લેખ કરીને તેમણે રાજ્યના આઠ ચોપડી પાસ ગૃહ રાજ્ય મંત્રીને પડકાર ફેંક્યો હતો કે, સુરત વિગેરે શહેરોમાં દારૂના અડ્ડા ચલાવતા લોકોનું સરઘસ કાઢે તો માનીએ.