અઠવાડિયે-દસ દિવસે પાણી અપાઈ છે, તે પણ ડહોળું, દૂષિત અને પોરાવાળું
ત્રણ દિવસનું અલ્ટીમેટમ, ત્યારબાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવા ચિમકી ઉચ્ચારાઈ
સિહોર: સિહોરમાં ભરશિયાળે પણ પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. એક તરફ અઠવાડિયે-દસ દિવસે પાણીનું વિતરણ થાય છે, તે પણ પીવા લાયક શુદ્ધ પાણી ન હોવાથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. નિયમિત રીતે અનિયમિત પાણી વિતરણના પ્રશ્નને લઈ નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે લોકોના પ્રાથમિક અને જીવન જરૂરિયાત એવા પાણીના પ્રશ્નને લઈ હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે અને ત્રણ દિવસમાં આ મામલે યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.