માર્ગ મકાન વિભાગના સચિવ એ.કે.પટેલ જાન્યુઆરીના અંતે વયનિવૃત્ત થઈ રહ્યા છે. તે પહેલા સરકારે ખાસ સચિવ તરીકે પી.આર.પટેલિયાની કાયમી નિમણૂંક કરી છે.
સામાન્ય વહિવટ વિભાગ- GADના અધિક મુખ્ય સચિવ- ACS કમલ દયાણીની સહીથી શનિવારે સાંજે પ્રસિધ્ધ નોટિફિકેશનમાં સ્ટાફ ટ્રેનિંગ કોલેજના ચીફ ઈજનેર પી.આર.પટેલિયાને માર્ગ મકાન વિભાગના ખાસ સચિવપદે પ્રમોટ કર્યાનુ જાહેર કર્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, ગતવર્ષે વિભાગમાં ખાસ સચિવની જગ્યા ઉભી કર્યા બાદ પટેલિયા પાસે જ તેનો ચાર્જ હતો. આથી, છેક હવે જઈને સરકારે તેમને કાયમી નિમણૂંક આપી છે.