– 5 વર્ષ પૂર્વે સિંહનું ટોળું વિહરતું હતું ત્યારે પજવણી કરી વીડિયો વાયરલ કર્યો હતો
– ભવિષ્યમાં વન્ય પ્રાણીઓ સાથે અપકૃત્ય થતંન અટકે તે માટે કોર્ટે દાખલારૂપ સજા ફટકારતો હુકમ કર્યો, 25 હજારનો દંડ ભરવા પણ ફરમાન
રાજુલા : રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં પાંચેક વર્ષ પૂર્વે સિંહનું ટોળું વિહરતું હતું. ત્યારે જંગલના રાજા સિંહના સમૂહ પાછળ બસ દોડાવી પજવણી કરી વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જે બનાવમાં બે શખ્સને કોર્ટે ત્રણ વર્ષની કેદ અને ૨૫ હજારનો દંડ ભરવા હુકમ કર્યો હતો.