– મંગળવારે મોડી રાત્રે સિહોર પંથકની સગીરા ભગાડયાનો બનાવ બનવા સંદર્ભે
– સગીરાને ભગાડી ગયાના કેસમાં સગીરાના પરિવારે શંકા વ્યક્ત કરતા યુવકને પુછપરછ માટે સિહોર પોલીસ મથકમાં બોલાવ્યો હતો
ભાવનગર/સિહોર : સિહોર પંથકની સગીરાને ગત મોડી રાત્રે ભગાડી ગયાના બનાવમાં આજે નોંધાયેલી ફરિયાદમાં શંકાના આધારે પુછપરછ માટે સિહોપ પોલીસ મથકે બોલાવવામાં આવેલા સિહોરના યુવકે પોલીસ મથકના બીજા માળેથી કુદી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવકને પ્રથમ સિહોર સીએચસી અને બાદમાં ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવ્યો હતો.