– વાહન ઉપર લોન લીધા બાદ આપેલા ચેક બેન્કમાંથી પરત ફરતા
– સજા ઉપરાંત ચેકની રકમનો દોઢ ગણી રકમનો દંડ ભરવા કોર્ટે હુકમ કર્યો
ભાવનગર : ગઢડા તાલુકાના ભંડારિયા અને ધંધુકાના નાની ચોકમાં રહેતા બે શખ્સને ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપનીને આપેલા ચેક પરત ફરવાના કેસમાં એક-એક વર્ષ કેદની સજા અને ચેકની રકમની દોઢી રકમનો દંડ ભરવા હુકમ કર્યો છે.
પ્રથમ કેસની મળતી વિગત અનુસાર ગઢડાના ભંડારિયા ગામે રહેતો પ્રતાપ વજુભાઈ ખેર નામના શખ્સે બોટાદમાં આવેલ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની લિ.માંથી વાહન ઉપર લોન લીધા બાદ તેની રકમ નિયમિત ભરપાઈ કરી ન હતી.