ભાવનગર શહેરના અડધા વિસ્તારોમાં આવતીકાલે પાણીકાપ રહેશ,બુધેલથી આવતી લાઇનમાં ભંગાણ સર્જાતા શહેરના અડધાથી વધુ વિસ્તારોમાં પાણી નહીં મળે જેથી શહેરીજનોએ પાણીની વ્યવસ્થા ઘરમાં વધારે કરવી હોય તો અત્યારથી જ કરી દેવી જોઈએ,તરસમિયા અને તખ્તેશ્વર ફિલ્ટર આધારિત તમામ વિસ્તારોમાં આવતીકાલે રહેશે પાણીકાપ અને લાઇન લીકેજનું રીપેરીંગ ના થાય ત્યાં સુધી રહેશે શટડાઉન.
જાણો કયા વિસ્તારમાં રહેશે પાણીકાપ
બુધેલથી આવતી મુખ્ય લાઈનમાં રીપેરીંગ માટે શટડાઉનને કારણે આવતીકાલે બાલયોગીનગર ઈએસઆર આધારિત ખારસી વિસ્તાર, બરસાના સોસાયટી, આવાસ યોજના, હિમાલયા ટેનામેન્ટ, વારાહી સોસાયટી, ગાયત્રી મંદિર, અખિલેશ સર્કલ આજુબાજુની સોસાયટી, રુવા ગામ, બાલા હનુમાન પાર્ક, મીરા પાર્ક, લાખાવાડ, મીની હીરા બજાર, ઘોઘા રોડ, અકવાડા તેમજ સુભાષનગર એરપોર્ટ રોડનો તમામ વિસ્તાર.આ ઉપરાંત વર્ધમાન ઈએસઆર આધારિત ભરતનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગોકુલ નગર, જીએમડીસી વસાહત, તરસમિયા ગામ, શિવનગર, તળાજા ટોપ થ્રી રોડ આજુબાજુ નો વિસ્તાર, અધેવાડા, શિક્ષક સોસાયટી, રીંગરોડ અને સીતારામ ચોક આજુબાજુનો વિસ્તાર.
ત્રણ દિવસ અગાઉ પાણી ચોરી ઝડપાઈ
ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી. (GWIL)ની વલભીપુરથી બુધેલ તરફ જતી પાઇપ લાઇનના ઓવર વાલ્વમાંથી ભોજપરા ગામ નજીક બારોબાર કનેકશન મેળવી પાણીને ખેતરમાં તેમજ રેતીવોશના પ્લાન્ટમાં લઇ જવામાં આવ્યું હોવાની બાબત ધ્યાન પર આવતાં અધિકારીએ આ કૌભાંડની વિડીયોગ્રાફી શરૂ કરી હતી. જો કે, આ સમયે સ્થળ પર આવેલા બે શખ્સે અધિકારી સાથે ઝપાઝપી કરતા સરકારી કામમાં રૂકાટવની ફરિયાદ નોંધાવાઈ હતી.