રાજકોટની ભાગોળે કણકોટના પાટિયા પાસેથી ઈનોવેટિવ સ્કૂલની બસનો ડ્રાયવર 39 છાત્રોને લઈ સ્કુલે જતો હતો ત્યારે ઓચીંતા ચાલકને ચક્કર આવી જતા આંખે અંધારપટ છવાઈ ગયો હતો અને સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં એક્ટીવાને ઠોકરે લઈ બસ વીજપોલ સાથે ધડાકાભેર અથડાઇ હતી બસ અથડાતાં જ વીજપોલ તૂટી ગયો હતો અને બસની કેબિનના ભાગમાં ઘુસી જતા કાચનો ભુક્કો બોલી ગયો હતો અકસ્માત સર્જાતાં છાત્રોમાં પણ દેકારો બોલી ગયો હતો અકસ્માતને પગલે લોકોન ટોળાં એકઠા થઈ ગયા હતા અકસ્માતમાં બે છાત્ર અને એક શિક્ષકને નજીવી ઇજા પહોંચી હતી બીજી તરફ્ બેકાબૂ બનેલી બસને જોઈ રોડ ઉપર બેસી ફૂલ વેચતા મહિલા સતર્ક થઈ ગયા હતા અને સમય સૂચકતા વાપરી પોતે દૂર ખસી જતાં તેમનો પણ આબાદ બચાવ થયો હતો સ્કુલના ડાયરેકટર વિવેક સીન્હાએ જણાવ્યું હતુ કે બસમાં 39 છાત્રો હતા જે તમામ સુરક્ષીત છે.