Walnut Benefits: શિયાળામાં અખરોટ ખાવાના એક નહીં પરંતુ અનેક ફાયદાઓ છે. ઘણા લોકો મગજને તેજ કરવા માટે દરરોજ અખરોટ ખાય છે. આ નટ્સ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઓક્સીડન્ટ અને ફાઇબર હોય છે. માત્ર મગજ જ નહિ પરંતુ હૃદયને સ્વસ્થ રાખવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ અખરોટ મદદ કરે છે. એવામાં અખરોટના ફાયદાઓ વિશે જાણીએ.