– એસઆઇટીની ટીમે અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી
– 5 શખ્સના રિમાન્ડની અવધિ પૂર્ણ થતાં પાંચેય શખ્સને જેલ હવાલે કરાયા
ભાવનગર : ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારના મોખડાજી સર્કલમાં આવેલી બેન્ક ઓફ બરોડામાં એક વર્ષ દરમિયાન ગુનાહિત કાવતરુ રચી રૂા.૧.૦૧ કરોડનું બેંક લોન કૌભાંડમાં પાંચ શખ્સના રિમાન્ડની અવધિ પૂર્ણ થતાં પાંચેય ને જેલ હવાલે કરવામાં આવ્યા છે.જ્યારે તત્કાલીન બ્રાન્ચ મેનેજરને હોસ્પિટલમાંથી ડીસચાર્જ મળતા એસઆઇટીએ તત્કાલીન બ્રાન્ચ મેનેજરને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.