– નાના ગેરકાયદે દબાણ હટાવવાની મનપાની કાર્યવાહી યથાવત
– ક્રેર્સંટ સર્કલ, નવાપરા, પાનવાડી, રૂપમ ચોક વગેરે વિસ્તારમાં લારી-ગલ્લાના દબાણ દૂર કરાયા, કેટલોક સામાન જપ્ત કર્યો
મહાપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ હટાવ સેલની ટીમે આજે સોમવારે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૩૦થી વધુ નાના ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેમાં ભાવનગર શહેર ક્રેર્સંટ સર્કલ વિસ્તારમાં ગાંધી સ્મૃતિની દીવાલ અને સરદાર સ્મૃતિની દીવાલ પાસેથી અસ્થાયી દબાણ દુર કરવામાં આવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ૫૦ ખુરશી, ૨ સ્ટીલ ટેબલ, ૧ ગેસ ચુલો, ૧૦ નાના પ્લાસ્ટિકના ટેબલ, ૦૧ ફ્રીજ તેમજ અન્ય સામાનનો સમાવેશ થાય છે, ત્યારબાદ નવાપરા વિસ્તારમાંથી અસ્થાયી પ્રકારના દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને સમાન જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ૧ લારી, ૧ ટેબલનો સમાવેશ થાય છે.