– હેડ કોન્સ્ટેબલનાં એક દિવસના રિમાન્ડ મેળવ્યા
– નિલમબાગ પોલીસ મથકમાં થયેલી અરજીમાં હેરાન નહીં કરવા માટે રૂ. 70 હજારની લાંચ માંગી હતી
ભાવનગર : ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલને પોલીસ મથકમાં મળેલી અરજી માં વ્યક્તિને હેરાન નહિ કરવા માટે ૭૦ હજારની માંગણી કરી હતી. અને દરમિયાનમાં હેડ કોન્સ્ટેબલનાં વચેટિયાએ બાકી રહેલા રૂપિયાની ઉઘરાણી શરૂ કરતાં પૈસા આપવાનું નક્કી થયું હતું.હેડ કોન્સ્ટેબલનો વચેટિયો નિલમબાગ સર્કલ પાસે લાંચ લેવા જતા એસીબીનાં હાથે રંગે હાથે ઝડપાઇ ગયો હતો.