Surat BJP : આગામી ચૂંટણીને ધ્યાને રાખેને ભાજપે સંગઠન મજબૂત બનાવવા માટે વોર્ડ પ્રમુખની નિમણુંક કરી છે અને હવે શહેર પ્રમુખ માટે કવાયત હાથ ધરી છે. ભાજપે શહેર પ્રમુખ માટે ક્રાઈટેરિયા નક્કી કરાયા છે તેમાં પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ તથા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં તેવા ક્રાઈટેરિયા જાહેર કર્યા છે. જોકે, આ પહેલા સંગઠન પર્વ શરુ કરાયું હતું તેમાં આ ક્રાઈટેરિયા ન હોવાથી ભુતકાળમાં સસ્પેન્ડ કરેલાને સદસ્યતા અભિયનની જવાબદારી સોંપી હતી. આમ સંગઠન પર્વ અને સંગઠન પ્રમુખ માટે ભાજપના ક્રાઈટેરિયા અલગ-અલગ છે તેવી ચર્ચા શરુ થઈ ગઈ છે.
સુરત ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કવાયત શરૂ થઈ છે અને વોર્ડ પ્રમુખ બાદ હવે શહેર પ્રમુખ માટે નિરીક્ષકો આવ્યા હતા.