21 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
21 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતહર્ષ સંઘવી ત્રીજી ટ્રાયલે અને CM પહેલી ટ્રાયલે પાસ, જુઓ Video

હર્ષ સંઘવી ત્રીજી ટ્રાયલે અને CM પહેલી ટ્રાયલે પાસ, જુઓ Video


ભાવનગરમાં 74 મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનો સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો જેમાં સીએમ અને હર્ષ સંઘવી હળવા મૂડમાં જોવા મળ્યા હતા બાસ્કેટ બોલની રમતમાં હર્ષ સંઘવીએ બે વખત પ્રયત્ન કર્યો તેમ છત્તા તેઓ બાસ્કેટમાં બોલ નાખી ના શકયા તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે ફકત એક જ વારમાં બોલ બાસ્કેટમાં નાખ્યો હતો,આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે તેના પરિણામે ૨૦૨૪નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક ઉપલબદ્ધીઓનું વર્ષ બન્યું છે. પેરિસના પેરાલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓનું રેકોર્ડ બ્રેક પ્રદર્શન, ચેસની વિશ્વ રમતમા ઐતિહાસિક જીત અને મહિલા શક્તિની ખેલ-કૂદમાં વધુને વધુ ભાગીદારીએ નવા કિર્તીમાનો સ્થાપ્યા છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં આજે જે સ્પોર્ટસ કલ્ચર ખીલ્યું છે, તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે.નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૧૦માં ‘ખેલે તે ખીલે’ ના મંત્ર સાથે શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી ગુજરાતના રમતવીરોમાં ખેલ કૌશલ્યને બહાર આવવાનું અને નિખરવાનું પ્લેટફોર્મ મળ્યું છે.

ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે આગળ વધવાનું

આ પ્રસંગે ગૃહ અને રમત- ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા યુવાનોને પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો છે. આવનારા દિવસોમાં ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે આગળ વધવાનું છે. ગુજરાતમાં દેશના વિવિધ ફેડરેશનો સાથે મંત્રણા કરીને અનેક રમતોનું આયોજન કરવાનું આયોજન છે.ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનને રૂપિયા 30 લાખ મદદની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જી.એમ.ડી.સી. દ્વારા રૂ.15 લાખ, જી.એસ.પી.સી. દ્વારા 5. 5 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 10 લાખની મદદ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય