દ્વારકામાં યોજાઈ શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા ઈવેન્ટ
વર્લ્ડ સન્કન સિટી ડે નિમિત્તે આયોજન : સુદામા સેતુ પરિસરમાં શ્રી કૃષ્ણ સ્તોત્રમ પર હવન, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
ખંભાળિયા: વર્લ્ડ સન્કન સિટી ડે નિમિતે આજે જય દ્વારકાની થીમ સાથે દ્વારકામાં શ્રી કૃષ્ણ જલા જપા દિક્ષા ઈવેન્ટ યોજાઈ હતી. તથા વિશ્વની પ્રાચીન ધરોહર સમી સમુદ્રમાં ડૂબેલી દ્વારકા નગરીની મહતા ઉજાગર કરાઈ હતી. આ તકે પંચ કૂઈ બીચ નજીક જે જગ્યા પર સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા છે. તે જગ્યા પર સમુદ્રમાં ઝંપલાવી સ્કૂબા ડાઈવર્સની ટીમે શ્રીકૃષ્ણ શ્રી કૃષ્ણ મંત્ર જાપની માળા કરી હતી.