કંઢેરાઇની વાડીમાં બોરવેલમાંથી યુવતીનો મૃતદેહ બહાર કઢાયો
પધ્ધર પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી તપાસ ધપાવી
ભુજ: ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે સોમવારે વહેલી સવારે ૫૪૦ ફૂટ ઉંડા બોરવેલમાં ખેત મજુર યુવતી પડી જવાના કેસમાં તંત્રની દોડધામ બાદ ૩૨ કલાક પછી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બીજીતરફ બોરવેલ ઢાંકેલો હતો. તો પછી ૨૨ વર્ષની યુવતી અંદર કઇ રીતે પડી તે મોટો સવાલ ખડો થયો છે. યુવતીએ આપઘાત કર્યો હોવાની સંભાવના પ્રબળ બનતાં પધ્ધર પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે.